ભરૂચ : કોરોનાએ ફરી માથું ઉંચકતા તંત્રની કામગીરી

admin
1 Min Read

રાજ્યભરમાં કોરોના વાયરસની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથક ખાતે આવતા અરજદારો તેમજ પોલીસકર્મીઓના સ્વાસ્થ્ય માટે તેમજ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા પોલીસ મથકને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેને ડામવા માટે આરોગ્ય વિભાગ સજાગ બન્યું છે.

 

 

બીજી બાજુ ભરૂચ જિલ્લા તેમજ વાગરા તાલુકામાંથી પણ નોંધપાત્ર કેસોનો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર માસ્ક ડ્રાઈવ સહિત સેનેટાઇઝરની કામગીરીમાં લાગ્યું છે. ત્યારે વાગરા પોલીસ મથકને સેનેટાઈઝ કરવાની કામગીરી કરાઈ હતી. કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની સુરક્ષાના ભાગરૂપે સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી હતી. પોલીસ મથકના દરેક ચેમ્બરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો

Share This Article