પંચમહાલ : હાલોલમાં શ્રી દશા ઝારોળા વાડી ખાતે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના કેસનો વ્યાપ વધતા જ હવે સરકારે પણ વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા પર ભાર મૂક્યો છે. હાલમાં 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ બીમારી ધરાવતા લોકોને રસી મુકવાની કામગીરી ચાલી રહી છે. તો બીજી બાજુ કોરોના મહામારીનો એકમાત્ર ઈલાજ છે રસી. પરંતુ આડઅસરના ડરથી લોકો રસી મુકાવતા ડરી રહ્યા છે. સરકારે તમામ લોકો સુધી રસી પહોંચી શકે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં કોરોના રસીકરણ માટે કેમ્પ પણ રાખવામાં આવી રહ્યા છે.ત્યારે પંચમહાલ જીલ્લાના હાલોલમાં પણ કોરોના રસીકરણ કેમ્પ યોજાયો હતો.

 

 

 

હાલોલ નગરમાં તાલુકા વિભાગના અધિકારીઓ દ્વારા ઠેરઠેર રસીકરણ કેમ્પ યોજી વધુમાં વધુ નગરજનો કોરોના રસી મુકાવે જેને લઈ આજરોજ હાલોલમાં આવેલ શ્રી દશા ઝારોળા વણિક પંચની વાડી ખાતે કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હાલોલ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓની નિરીક્ષણ હેઠળ કોરોના વેકસીન ની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ રસી મુકાવી કોરોના રસીકરણ અભિયાનમાં ભાગ લીધો હતો.

Share This Article