જુનાગઢ : વાઘેશ્વરી મંદિરને ૭૦૦ વર્ષ પુર્ણ થતા ઉજવણી કરવામાં આવી

admin
1 Min Read

જુનાગઢ જીલ્લાના માંગરોળ અતી પ્રાચિન કુળદેવી મહાશક્તિ શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરનાં ૭૦૦ વર્ષ પૂર્ણ થતા માઈભક્તો દ્વારા ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી.  જેમાં પરંપરાગત માતાજીનાં વસ્ત્ર પરીધાન શિંગાર  ફાગણિયા ઉત્સવ. તેમજ ડીપાઠનાં ગરબા અને મહા આરતી દશઁનનો કાયઁકમ રાખવામાં આવ્યો હતો. ત્યારે માંગરોળ સ્થિતમા વાઘેશ્વરી મંદિર પરિસર પણ ભાવિકોથી ધમધમી રહ્યું છે. મા વાઘેશ્વરી સ્વરૂપે અહીં માતાજી બિરાજમાન છે..

 

આ ધાર્મિક ઉત્સવ સોની સમાજ પ્રમુખ તેમજ સામાજિક કાર્યકર પંકજ ભાઈ રાજપરાના અધ્યક્ષ સ્થાને સર્વે  જ્ઞાતિજનોનાં સાથ સહકાર સાથે કાયઁકમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, ડો. યાદવ સાહેબ, ગાયત્રી પરિવારનાં દિલીપભાઈ જોષી, વિરંચી ભાઈ શુકલ સહિત બહોળી સંખ્યામાં માઈ ભક્તો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી દર્શન નો લાભ લીધો હતો

Share This Article