વડોદરા : ડભોઇ તાલુકામાં આવેલું કુબેરભંડારી મંદિર બંધ

admin
1 Min Read

ડભોઇ પંથક માં દિવસે દિવસે કોરોના ના કેશો વધી રહ્યા છે તેવામાં સંક્રમણ કટકે તે ખૂબ આવાસ્યક છે ત્યારે ડભોઇ તાલુકાના કરનાળી ગામે આવેલ પ્રસિધ્ધ કુબેરભંડારી મંદિર ખાતે સંખ્યા બંધ ભક્તો ઉમટતા હોય છે ત્યારે મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા આગામી તા.10 થી 12 એપ્રીલ મંદિર સ્વૈચ્છીક બંધ રાખવા નિર્ણય લીધો છે અને ભક્તો ને વિનંતી કરવામાં આવી છે કે આ દિવસો દરમ્યાન મંદિર બંધ હોય દર્શન કરવા પધારે નહીં.એક તરફ સમગ્ર દેશ માં કોરોના એ ફરી વાર માથૂ ઊચું કર્યું છે દિન પ્રતી દિન કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે

 

 

 

ત્યારે લોકો માં સોસિયલ ડિસ્ટનસ અને ગાઈડ લાઇન નું પાલન થવું અનિવાર્ય છે તેવા સંજોગો માં ડભોઇ તાલુકા નું સુપ્રાસિધ્ધ યાત્રાધામ કરનાળી ખાતે આવેલ કુબેર ભંડારી મહાદેવ મંદિર સંખ્યા બંધ ભક્તો ની ભીડ જામતી હોય છે સંક્રમણ અટકાવવા માટે મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા તા.10 શનિવાર, તા.11 રવિવાર અને તા.12 સોમવાર ના દિવસે મંદિર બંધ રાખવા નિર્ણય લીધો છે જ્યારે તા.13 એપ્રિલ થી મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લુ રાખવામા આવશે નું ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવાયું છે સાથે સાથે તા.10 થી 12 એપ્રીલ સુધી દર્શન માટે ભક્તો આવે નહીં અને ઘરે રહી ઓનલાઈન દર્શન કરી શિવઆરાધના કરવા અપીલ કરી છે

Share This Article