પંચમહાલ : ગટરના પાણીનો નિકાલના થતાં ગંદકી ફેલાઈ

admin
1 Min Read

પંચમહાલ ના કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતના ખાટકીવાસ ના લોકો આવી કોરોનાં કાળમાં ગંદકી નો સામનો કરી રહ્યાં છે. સાથે મેઈન રોડ ઉપર કચરા પેટીના ડબ્બા પણ શોખના જોવા મળ્યાં બધો જ કચરો કચરા પેટી ની બહાર જોવા મળ્યો હતો.ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે સરપંચ અને તલાટી ને વાંરવાર રજુઆત કરવાં છતાં કોઈ પણ નિકાલ થતો નથી અને ગટરો ઉભરાતાં ગંદકી ફેલાય છે.હાલ કોરોના જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યાં છે અને તેમાં પણ આ ગટર ના પાણીનો નિકાલ ના થતાં મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો છે

 

 

તેનાં કારણે મેલેરિયા,કોલેરો જેવી બીમારી ફાટી નીકળશે  અને તેનાં કારણે  અમારાં નાનાં-નાના બાળકો અથવા અન્ય કોઈ વ્યક્તિ આવા કોઈ રોગનો ભોગ બનશે તો તેનું જવાબદાર કોણ? તેથી ડેરોલ સ્ટેશન ગ્રામપંચાયત ના ખાટકીવાસ ના લોકોનું કહેવું છે કે આ ગટર ના લીધે ફેલાતી ગંદકી નું જલ્દીથી નિરાકરણ આવે

Share This Article