પંચમહાલ : કાલોલ રામનાથ ગોમા નદિમાં ખાનખનિજ વિભાગે દરોડો પાડી રેતી ભરેલું ટ્રેકટર ઝડપી પાડ્યું

admin
1 Min Read

કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમાનદીમાં ખનિજ માફીયાઓ દ્વારા બેફામ રીતે રેતી ઉલેચવામાં આવી રહી છે.  જ્યારે આવાં ખનિજ માફીયાઓ સામે જિલ્લા ખાન ખનિજ વિભાગ દ્વારા લાલ આંખ કરી કાલોલના રામનાથ ગોમા નદિમાં મંગળવારે દરોડો પાડી અંદાજીત ચાર મેટરીકટન સાદી રેતી ભરેલ પાસ પરમીટ વગરનું ટ્રેક્ટર ખાનખનિજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. ખાનખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા ઝડપી પાડેલ રેતી ભરેલ ટ્રેક્ટર સહિત કુલ પાંચ લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કરી કાલોલ મામલતદાર કચેરી ખાતે સિઝ કરવામાં આવ્યો હતો.

 

 

જિલ્લા ખાનખનિજ વિભાગ દ્વારા ટ્રેક્ટર માલિકની તપાસ હાથ ધરવામાં આવતાં ગેરકાયદેસર રેતી ખનન કરતાં ટ્રેક્ટરના માલિકનું નામ પરવતસિંહ રાઠોડનું હોવાનુ બહાર આવ્યુ હતું. જોકે ખાનખનિજ દ્વારા ઝડપી પાડેલ ટ્રેક્ટર નાં માલિક ને ગેરકાયદેસર રેતી ખનન કરવા સામે અંદાજીત રૂા.૪૫,૦૦૦/- ઉપરાંત નો દંડ ફટકારવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે જિલ્લા ખાન ખનિજ વિભાગ દ્વારા કાલોલ શિશું મંદિર પાછળ પણ દરોડો પાડવામાં આવ્યો હતો.પરંતુ ખનિજ માફીયાઓને  અગમ ચેતના મળી જતાં ભુમાફીયાઓમાં હડકંપ મચી ગઇ હતી. ખાનખનિજ વિભાગ પોહચે તે પહેલાં  ભુંમાફીયાઓ છુમંતર થઈ જતાં હોય છે

Share This Article