ભરૂચ : ઝઘડિયા પોલીસ મથકની હદમાંથી રૂપિયા ૭૧,૯૦૦ના ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ

admin
1 Min Read

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથકની હદમાંથી રૂપિયા ૭૧,૯૦૦ના ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડે ધરપકડ કરી હતી. મળતી વિગત અનુસાર ઝઘડિયા પોલીસ મથકની હદમાંથી રૂપિયા ૭૧,૯૦૦ના ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડે ધરપકડ કરી હતી.  જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો ઝઘડિયા પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી.

 

 

જે બાતમીના આધારે ભોજપુર ગામના સુથીયપુરા ફળીયા ખાતેથી કપાસના વાવેતર કરેલા ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ મળી કુલ નંગ ૩૩૫ કિંમત રૂપિયા ૭૧,૯૦૦, TVS મોટરસાયકલ કિંમત રૂપિયા ૨૫,૦૦૦, પકડાયેલા આરોપી પાસેથી અંગ જડતીના રોકડા રૂપિયા ૧૦,૦૦૦ તેમજ મોબાઇલ ફોન નંગ ૧ કિંમત રૂપિયા ૫,૦૦૦ ગણી કુલ રૂપિયા ૧,૧૧,૯૦૦ નો મુદ્દામાલ કબજે કરી જુબેર ભાઈ મુસા ભાઈ સૈયદ રહે. ભોજપુર તા. ઝઘડિયા જિ. ભરૂચ ની ધરપકડ કરી હતી. તેમજ દારૂ સપ્લાય કરનાર જનકભાઈ વસાવા રહે. ચિકલોટા તા. નેત્રંગ જિ. ભરૂચ ને વોન્ટેડ જાહેર કરી બન્ને ઇસમો વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાયું છે.

Share This Article