પંચમહાલ : પોલીસ વિભાગ દ્વારા માસ્ક વિતરણની કામગીરીને વખાણતા નગરવાસીઓ

admin
1 Min Read

પંચમહાલ જીલ્લામાં કોરોના કેસો વધી રહ્યા છે.ત્યારે શહેરા પોલીસે વધતા સક્રમણને રોકવા માટે માસ્કનુ વિતરણ કર્યુ હતૂ.શહેરાનગરના વિવિધ વિસ્તારોમાં જાતે પીઆઈ સહિતના  પોલીસ સ્ટાફ તેમજ સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા. મળતી વિગત અનુસાર પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા પોલીસનો માનવીય અભિગમ દર્શાવીને માસ્કનુ વિતરણ કર્યુ હતૂ.

 

 

શહેરા નગરમા વિવિધ વિસ્તારોમાં શહેરા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એન.એમ.પ્રજાપતિ સહિતના પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર મેહુલ ભરવાડ પણ જોડાયા હતા.શહેરાનગરના વિવિધ વિસ્તારોમાં ફરીને માસ્કનુ વિતરણ કરેલ હતુ.સાથે સાથે માસ્ક નો ઉપયોગ કરવા પર પણ ભાર મુક્યો હતો. આપને જણાવી દઈએ કે, શહેરા પોલીસના અભિગમને પણ નગરજનોએ વધાવી લીધો હતો.હાલતો ગુજરાતમા જે રીતે અમુક જીલ્લાઓમા રાત્રી કરફ્યુ જાહેર કરાયો છે. તેમા ગોધરાનો પણ સમાવેશ થાય છે.હાલમા જો વાત કરવામા આવે તો પંચમહાલના વડામથક ગોધરાનો પણ સમાવેશ થયો છે.માસ્ક  હાલ કોરોનાના સંક્રમણને રોકવા માટે અસર કારક ઉપાય છે.

Share This Article