જુનાગઢ : કેશોદ તાલુકાની ચર પે સેન્ટર શાળામાં વોલ પેઈન્ટીંગથી શાળા સુશોભિત બની

admin
1 Min Read

કોવિડ મહામારીની વિષમ પરિસ્થિતિમાં  અને આવનારા સમય માટે પ્રાથમિક શિક્ષણનો એકમાત્ર વિકલ્પ વિનામૂલ્યે આધુનિક સુવિધાઓ સાથે વાસ્તવિક શિક્ષણ આપતી સરકારી પ્રાથમિક શાળાનો સંદેશ… મળતી વિગત અનુસાર વૈશ્વિક મહામારીની અસામાન્ય પરિસ્થિતિના સમયગાળામાં પરોક્ષ રીતે વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણ,શેરી શિક્ષણ અને પ્રત્યક્ષ માર્ગદર્શનની સાથે સાથે આ અસામાન્ય પરિસ્થિતિમાં શાળાના ભૌતિક વિકાસ માટે શાળા કેમ્પસ તથા વર્ગખંડોમાં આકર્ષક વોલ પેઇન્ટિંગ કામ કરવામાં આવ્યું અને શાળાની સુંદરતામાં ઉમેરો કર્યો છે.

 

 

 

 

આ સાથે ચર પે. સેન્ટર શાળાને રાજ્ય સરકાર દ્વારા DIET જૂનાગઢ દ્વારા સ્વચ્છતા વિદ્યાલયના રાજ્ય તેમજ જિલ્લા તરફથી શ્રેષ્ઠ સ્વચ્છ શાળાના રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફીથી નવાજેલ છે ગુણોત્સવમાં પણ શાળા એ જબરદસ્ત પ્રદર્શન કરતા D ગ્રેડમાંથી A ગ્રેડ મેળવી સરકારી શાળા જ શ્રેષ્ઠ શાળા તરીકે ચર પે સેન્ટર શાળાએ ગામનું પણ ગૌરવ વધારેલછે જે તકે તમામ સ્ટાફ અને ગ્રામજનોનો સંપૂર્ણ સાથ અને સહકાર મળે છે.

Share This Article