મહેસાણા :મહેસાણામાં ખાનગી વાહન ચાલકો બન્યા બેફામ

admin
1 Min Read

સુરક્ષિત ગુજરાતમાં આજે પણ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે. રાજ્યના છેવાડા સુધી એસટી બસોના રુટ ઓછા હોવાથી લોકોએ ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડતી હોય છે. જોકે, ખાનગી વાહન ચાલકો પણ બેરોકટોક રીતે ખીચોખીચ મુસાફરો ભરીને વાહન હંકારતા હોય છે જેના કારણે ઘણીવાર મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે હાલમાં મહેસાણાનો પણ આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકો કોરોના જેવી મહામારીમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ કરી મોટી સંખ્યામાં વાહનોમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે.

મહેસાણામાં બેરોકટોક ખાનગી વાહનના ચાલક દ્વારા ખીચોખીચ મુસાફરો ભરવામાં આવ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમજ કોરોનાના સંક્રમણ વચ્ચે મુસાફરો પાસેથી ડબલ ભાડુ પણ લેવામાં આવી રહ્યુ હોવાની વિગતો સામે આવી છે.ત્યારે આવા ખાનગી વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સાથે જ કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા દંડનાત્મક કાર્યવાહી કરાય તે પણ જરુરી બન્યું છે

Share This Article