ભરુચ : ભરુચમાં માસ્કનું નિ:શુલ્કમાં વિતરણ કરાયું

admin
1 Min Read

કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવુ ખૂબ જ જરુરી છે. ત્યારે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવતુ હોય છે. જે અંતર્ગત ભરુચના ઝઘડીયા તાલુકામાં પણ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા નિશુલ્કમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું. મળતી માહિતી મુજબ, દેસાઇ ફાઉંડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરુચ દ્વારા આરોગ્ય , શિક્ષણ, જરૂરિયાતમંદ બહેનોની રોજગારી તેમજ બાળકોના  વિકાસ માટે કાર્યરત સંસ્થાઓ છે.

 

 

કોરોના મહામારીના સમયમાં દેસાઈ ફોઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 100000થી વધારે  માસ્ક બનાવવામાં આવ્યા છે. ત્યારે દેસાઈ ફોઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા નગરમાં મફત માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમલ્લા ગ્રામપંચાયતના સરપંચ તેમજ પોલીસની મદદથી પંચાયત ભવન સહીત આજુબાજુના વિસ્તારમાં આશરે 3000 (ત્રણ હજાર) જેટલા કોટન માસ્કનુ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યુ હતું.

Share This Article