ભરુચ : પાલેજમાં યોજાઈ મસ્જિદોના ટ્રસ્ટીઓની બેઠક

admin
1 Min Read

ભરુચ જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે મુસ્લિમોના પવિત્ર તહેવાર એવા રમઝાનની શરુઆત થઈ છે. ત્યારે પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં નગરની મસ્જિદોના ટ્રસ્ટીઓની મીટીંગ યોજાઈ હતી, જેમાં રમઝાન મહિના દરમિયાન કોરોના સંદર્ભે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ અમલ કરવા અપીલ કરાઇ હતી…પાલેજ મથકના પીઆઈ બી.પી. રજ્યાની અધ્યક્ષતામાં નગરમાં આવેલી મસ્જિદોના સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી.

જેમાં રમજાન માસ દરમિયાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ મસ્જીદોમાં કોરોના પ્રોટોકલ મુજબ અમલ કરવા પોલીસ ઇન્સ્પેકટર બી.પી. રજ્યાએ ખાસ અપીલ કરી હતી. પોલીસ ઇન્સ્પેકટર દ્વારા કરાયેલા સૂચનો બાબતે મસ્જિદના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓએ પણ સહકાર માટે ખાત્રી આપી હતી. આ બેઠકમાં નગરની જુમા મસ્જિદ, મક્કા મસ્જિદ, ફૈજે આમ મસ્જિદ, મદીના મસ્જિદ, ગૌસિયા મસ્જિદ, નૂરે મોહમ્મદી મસ્જિદ તેમજ નગરની વિવિધ મસ્જિદોના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા…

Share This Article