ઇન્ટરનેશનલ : કોરોનાનો ખાતમો બોલાવવા આવી રહી છે ટેબલેટ

admin
2 Min Read

દુનિયાભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. જેની બીજી લહેર ખતરનાખ સાબિત થઇ  રહી છે. ત્યારે આ મહામારીમાં ભારત સહિતના અનેક દેશોએ રસી બનાવવાનું કામ શરૂ કર્યુ છે. જેમાં ભારતમાં બે રસીનું નિર્માણ કરાયું છે, તો બીજી બાજુ અન્ય દેશોમાં પણ રસીનું નિર્માણ કરાયું છે, જેમાં અમેરિકા, રશિયા જેવા દેશ સામેલ છે. ત્યારે આ વચ્ચે અન્ય એક રાહતના સમાચાર એ છે કે અમેરિકાની બે કંપનીઓ મળીને ટેબલેટ સ્વરૂપે કોવિડ-19નો ખાતમો કરવાની કોશિશ કરી રહી છે. અને આ બંને કંપનીઓ છે રિજબેક બાયોથેરાપ્યુટિક અને મર્ક. આ બે કંપનીઓએ ટેબલેટ બનાવી છે અને તેની ક્લિનીકલ ટ્રાયલ્સ ચાલી રહી છે. રસપ્રદ એ છે કે આ ટેબલેટની હાલ તો એક ધારી અસર કોરોના વાયરસ વિરુદ્ધ જોવા મળી રહી છે

 

. ક્લિનીકલ ટ્રાયલ્સમાં આ ટેબલેટના પોઝિટિવ પરિણામો જોવા મળી રહ્યા છે. ટૂંક સમયમાં ઈન્જેક્શનના બદલે મોંએથી ગળવાની આ ટેબલેટની હ્યુમન ટ્રાયલ્સ પણ શરૂ થશે. અમેરિકન એપિડેમિયોલોજિસ્ટ ડો. જિલ રોબર્ટ્સે ટેબલેટ સ્વરૂપે લેવાની આ દવા વિશે કહ્યું કે જો પરિણામો તમામ સ્તરે પાર ઉતરશે તો નજીકના ભવિષ્યમાં કોરોના વાયરસનો ખાતમો કરી શકાશે. જો કે આ દિશામાં હજુ ઘણું કામ બાકી છે. તેમણે દાવો કર્યો હતો કે આ ટેબલેટ કોરોના વાયરસને નાથી શકશે તો તેના કારણે હોસ્પિટલાઈઝેશન તથા મોતને ટાળી શકાશે અને વાયરસનો ફેલાવો પણ અટકાવી શકાશે. ડો. જિલ રોબર્ટ્સના કહેવા પ્રમાણે જે લોકો રસી માટે ઈન્જેક્શન લેવા માગતા નથી અને જ્યાં રસી ઉપલબ્ધ થઈ શકતી નથી ત્યાં લોકોને આ ટેબલેટ મોલનુપિરાવીરથી રાહત મળી શકશે. તો બીજી બાજુ ભારતના બિલિયોનેર ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ આ અંગે ખુશી વ્યક્ત કરતા એક ટ્વીટમાં કહ્યું હતું કે જો આ ટેબલેટ કારગત નીવડશે તો તે સમગ્ર દુનિયા માટે આશીર્વાદરૂપ બનશે.

Share This Article