બનાસકાંઠા : દિયોદર ડોકટર એસોસિએશન દ્વારા કોવિડ 19 કેર સેન્ટરમાં ઓક્સિજન મશીન ભેટ આપ્યું

admin
1 Min Read

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર મળી રહે તે માટે દિયોદર લોક ભાગીદારથી રેફરેલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની મદદ લઇ કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેક દર્દીઓ કોરોના ગંભીર બીમારીની સારવાર લઈ રહ્યા છે. જેમાં ઓક્સિજન સાથે બાયપેપ ઓક્સિજન મશીનની જરૂરિયાત થતા દિયોદર ડોકટર એસોસિએશન આગળ આવ્યું હતું.

 

અને પરિસ્થિતિને ધ્યાને લઇ સ્વખર્ચે દિયોદર કોવિડ 19 કેર સેન્ટર ખાતે બાયપેપ ઓક્સિજન મશીન આપી ડોકટર એસોસિએશન એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મશીનથી ઓક્સિજન લેવલ ઘણું ઓછું હોય તેમાં કામ કરે છે. આ મશીન પ્રેસર સાથે દર્દીઓના ફેફસામાં ઓક્સિજન પૂરો પાડે છે. જેના કારણે આવી પરિસ્થિતિમાં દર્દીઓ ને સમયસર ઓક્સિજન મળી રહે છે જે મશીન ની સેવા દિયોદર કોવિડ 19 કેર સેન્ટર માં મળી છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ ડોકટર એસોસિએશન નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

Share This Article