રાજકોટ : જીલ્લા ધોરાજીમાં એસ ટી તંત્રને લાગ્યું કોરાનાનું ગ્રહણ, ડ્રાઈવર અને કંડક્ટર કોરોના સંક્રમિત

admin
1 Min Read

સમગ્ર દેશ અને દુનિયાને કોરોનાએ લોકોને ભરડામા લીધા છે. ત્યારે ધોરાજીના એસ ટી તંત્ર પણ આ કોરોના સંક્રમિતથી બાકાત નથી. ધોરાજી તાલુકામા એસ ટી નિગમ તંત્રના કર્મચારીઓ જેમા ડ્રાઇવર અને કંડક્ટર પણ કોરોના સંક્રમિત થયા છે. અને ધોરાજી તાલુકાના નાના ગામો કોરાના કહેર યથાવત છે તેમજ ઘણા નાના ગામડાઓ પણ સ્વયંભૂ બંધ છે. અને કોરોનાને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. જેથી ધોરાજી તાલુકાઓના ઘણા રુટો એસ ટી બસના બંધ કરવાની ફરજ પડી છે.

ત્યારે કોરાનાનુ ગ્રહણ ધોરાજીની એસ ટી વિભાગને પણ લાગ્યુ હોય એવુ લાગી રહયુ છે. એસ ટી બસ સ્ટેન્ડમા હાલમાં કાગડા ઉડી રહયા છે. કોરોના મહામારી પગલે એસ ટી બસ સ્ટેશનમા ટ્રાફિક ન હોવાથી ઘણા એસ ટી રૂટો બંધ કરવાની ફરજ પડી છે. તથા એસ ટી તંત્ર ધોરાજીમા કર્મચારીઓ કોરોના સંક્રમિત પણ થયા છે જેમાં ડ્રાઈવર અને કંડક્ટર પણ કોરોના સંક્રમિતથી બાકાત નથી. તેવામાં ધોરાજી એસ ટી વિભાગ પણ કોરાનાનો કહેર જોવા મળી રહ્યો છે

Share This Article