પાટણ : પાટણ નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી

admin
1 Min Read

પાટણ નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી હતી. જેમાં ગત ચૂંટણીના કારણે અટવાઈ પડેલા રસ્તાના કામોની મુદત વધારો કરી તેને મંજૂરી આપવામાં આવી હતી. અને દરેક એજન્સીઓએ તેમની કચેરી પાટણ ખાતે શરૂ કરીને જે તે કામો નિયત સમયમાં પૂરા થાય તે માટે આદેશ કરવામાં આવ્યો હતો . નગરપાલિકાના ચીફ ઓફિસરને કચેરી ખાતે હાજર રહી શાખાઓની કામગીરી પર વધારે ધ્યાન રાખવા સુચના આપવામાં આવી હતી.

 

જ્યારે વિવિધ કમિટીના ચેરમેન અને સભ્યોની વરણી કરવામાં આવી હતી. આ સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે પૂર્વ પક્ષના નેતા મનોજ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી . સામાન્ય સભામાં સતાધારી ભાજપ અને કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવાર હાજર રહ્યા હતા. પાલિકામાં નવ નિયુક્ત સમિતિના સદસ્યો શૈલેષભાઈ એમ પટેલ, દીક્ષિત જયંતિલાલ પટેલ સહિતનાના સદસ્યો ઉપસ્થિત રહ્યા છે.

Share This Article