ભરૂચ : ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ધર્મેશભાઈ સોલંકીના પિતાનાની અંતિમક્રિયામાં સ્મશાન ખાતે પહોંચ્યા

admin
1 Min Read

છેલ્લા કેટલાય દિવસોથી સતત સળગી રહેલી ચિતાઓ એ વાતની ચાડી ખાય છે કે, ભરૂચમાં કોરોના મહામારી એ મોતનું તાંડવ શરૂ કર્યું છે. જેમ કોરોના પોઝિટિવ કેસનો આંકડો રોજેરોજ વધી રહ્યો છે. તેમજ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ભરૂચના નર્મદા કિનારે આવેલ કોવીડ સ્મશાન પર જ્યારે પણ નજર પડે ક્યારે મૃતદેહોનો અગ્નિસંસ્કાર ચાલુ હોય છે. ત્યારે વહેલી સવારથી જ એમ્બ્યુલન્સની કતાર અને ત્યારબાદ મૃતદેહોની કતાર કઠણ કાળજાના માનવીનું પણ હૃદય કંપાવી નાખે છે. ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ અમીતભાઈ ચાવડા અને જિલ્લા ભાજપ મંત્રી નિશાંતભાઇ મોદીએ કોવીડ સ્મશાનની મુલાકાત લીધી હતી.

સ્મશાનનું સંચાલન કરતા ધર્મેશભાઈ સોલંકીના પિતાશ્રીના નિધનના સમાચાર સાંભળી ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ સ્મશાન ખાતે આવી પહોંચ્યા હતા. છેલ્લા કેટલાય વર્ષથી ભરૂચના સ્મશાનમાં અવિરત પોતાની સેવા આપનાર અને હજારો મૃતકો ના અગ્નિસંસ્કારના સાક્ષી ધર્મેશભાઈ સોલંકીના પિતાશ્રીએ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા એક વર્ષમાં એક હજારથી વધુ કોરોના પોઝિટિવ મૃતદેહોને અગ્નિદાહની કામગીરી કરતા ધર્મેશભાઈએ ભરૂચ શહેર અને જિલ્લાના લોકોને અપીલ કરી છે કે, જો કોઈએ પોતાનું સ્વજન ન ગુમાવવુ હોય તો ઘરમાં રહો અને સુરક્ષિત રહો

Share This Article