અમરેલી : ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું

admin
1 Min Read

એક તરફ ગુજરાત અમરેલીમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ અમરેલી જિલ્લામા વરસાદી માવઠાના કારણે ખેડુતો ની મુશ્કેલી વધી છે. ત્યારે ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં ભાડ, વાંકિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. તો બીજી બાજુ નાનુડી આસપાસના ગામોમા વરસાદના કારણે ખેડૂતોમાં  ચિંતા પણ વધી છે. જ્યારે કોરોના મહામારીના સમયે લોકોના જીવ તાળવે ચોટયા છે

તો કેટલાક લોકો એ જીવ છોડી દીધા છે. એવા જ સમયે ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. એક મહિનામાં ત્રીજી વખત કમોસમી વરસાદ વરસ્યોઅમરેલી જિલ્લામા 1 માસમા સતત ત્રીજી વખત કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જે ખેડૂતોએ ઉનાળું પાકનું વાવેતર કર્યું છે તેના પાકને નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને ખેડૂતોએ કરેલા ઉનાળુ તલ, બાજરી, જુવાર અને શાકભાજી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Share This Article