બનાસકાંઠા : કોંગ્રેસના ધારાસભ્ય જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ધાનેરા, દાંતા, થરાદ, વાવ અને દિયોદરમાથી ચૂંટાઈ આવેલા કોંગી ધારાસભ્યોએ કોરોના મહામારી વચ્ચે કોરોનાથી પીડાતા દર્દીઓની વ્હારે આવ્યા છે. અને આજે આ તમામ ધારાસભ્યો જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી પોતપોતાના વિસ્તારોમાં કોરોનાની સારવાર મેળવવા પડતી હાલાકીઓની રજુ કરી જિલ્લાના તમામ લોકોને કોરોનાની યોગ્ય સારવાર મળી રહે તે હેતુસર તમામ તાલુકાઓમાં કોવિડ હોસ્પિટલો શરૂ કરી ઓક્સિજન, રડમેસીવીર સહિતની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી છે..

મહત્ત્વની વાત છે કે છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ તેજીથી વધી રહ્યું છે જેને લઇ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.જેમાંના મોટાભાગના દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર અર્થે પહોંચતા જિલ્લામાં આવેલી મોટાભાગની કોવિડ  હોસ્પિટલોના બેડ પણ ફૂલ થઇ ગયાં છે.તો બીજી તરફ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતાં ઓક્સિજનની જરૂર પણ વધી છે.ત્યારે જિલ્લામાંથી  પૂરું પડાતું ઓક્સિજનનો જથ્થો અવારનવાર ઓછો પડતાં અનેક લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.ત્યારે હવે આગામી દિવસોમાં જિલ્લાની હાલત ન કથળે તેને લઈ કોંગી ડેલીકેટઓએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

Share This Article