પંચમહાલ : દૂકાનદાર-લારી- ગલ્લાધારકોનું આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું

admin
1 Min Read

પંચમહાલ જીલ્લામાં કોરોનાની પરિસ્થીતી વકરી છે, શહેરી જ નહી ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો આવી રહ્યા છે.ત્યારે દવાખાનાઓ પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.શહેરા ખાતે આવેલા બજારોમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની પરીસ્થીતીને લઇને દૂકાનદારો અને લારી ગલ્લાધારકોનું ટેસ્ટીંગ કરવામા આવ્યુ હતુ.પંચમહાલ જીલ્લાના શહેરાનગર અને તાલૂકામાં કોરોનાના કેસો આવે છે.પાછલા ત્રણ દિવસ લોકડાઉન રાખવામા આવ્યૂ હતૂ.

 

જેમા લોકડાઉન ખુલતા આજે શહેરામાં ભારે ભીડ જોવા મળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા બજારમાં વિવિધ દૂકાનો ધરાવતા દૂકાનદારો તેમજ લારી ગલ્લાવાળાઓના કોવિડ ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા .કોરોનાનુ સંકમ્રણના વધે અને કોરોનાના કેસ જો પોઝીટીવ આવે તો તેની સારવાર ઝડપી થઈ  શકે તે માટે શહેરા નગરમાં આવેલા બસ સ્ટેશન વિસ્તારમા કોરોના ટેસ્ટીંગ કરવામા આવ્યુ હતું.

Share This Article