પંચમહાલ : હાલોલમાં ૩૦ એપ્રિલ સુધી ૨ વાગ્યા પછી દુકાનો સંપૂર્ણ બંધ

admin
1 Min Read

કોરોના વાયરસ ન બીજી લહેરમાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓ વધતા જતા હોવાથી કોરોના સંક્રમણને અટકાવવા માટે હાલોલ નગર ખાતે ૩૦મી એપ્રીલ સુધી નગરના તમામ રોજગાર ધંધા દુકાનો બપોરના બે વાગ્યા પછી બંધ કરવાની નગરપાલિકા દ્વારા અપીલ કરતા બપોરના બે વાગ્યા પછી નગરની તમામ દુકાનો જડબેસલાક બંધ થઈ જતા કરાયેલી અપીલને સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો.કોરોના વાયરસની બીજી લહેરમાં સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના સંક્રમણના દર્દીઓ દિન-પ્રતિદિન વધતા જાય છે.

 

જેને લઇ મૃત્યુઆંક પણ વધતો જતો હોવાથી ઘણી બધી જગ્યાએ પોતાના વિસ્તારને ગામને કોરોના સંક્રમણથી બચાવવા પ્રયાસો હાથ ધરી સ્વયંભૂ લોકડાઉન કરી પોતાના વિસ્તાર પોતાના ગામને કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે. તેવી જ રીતે હાલોલ નગર ખાતે પણ કોરોના વાયરસનો કેર વધતા જતા આ કોરોના સંક્રમણ અટકાવવા માટે હાલોલ નગરપાલિકા દ્વારા હાલોલ નગરજનોને જાહેર વિનંતી કરતા ૩૦મી એપ્રીલ સુધી બપોરના 2:00 થી તમામ દુકાન ધંધા બંધ કરી દેવાની અપીલ કરાતા બપોર બાદ હાલોલ નગરની તમામ દુકાનો બંધ થઈ ગઈ હતી.અને દુકાનદારો સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ કરી લોકડાઉન સાથે જોડાયા હતા.

Share This Article