બનાસકાંઠા : મુખ્યમંત્રી રૂપાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

admin
1 Min Read

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં જીલ્લામાં કોરોના મહામારીની સ્થિતિ અને અગાઉના રસીકરણના આયોજન વિશે વિશેષ ચર્ચા કરી હતી. પાલનપુર કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્ય તેમજ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓએ બેઠક કરી હતી. જેમાં કોરોના મહામારીની પરિસ્થિતિ મામલે ચર્ચા થઈ હતી.

જે બાદ મીડિયા સાથે ની વાતચીત માં તેઓએ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની પરિસ્થિતિ સારી જણાવી હતી.બનાસકાંઠામાં 10 મેટ્રિક ટન ઓક્સિજન હવામાંથી સીધો બને તે માટે પ્લાન્ટ બનાવવામાં આવશે તેમજ ગુજરાતમાં 300 ટન ઓક્સિજન માટે રાજયમાં 250થી વધુ પ્લાન્ટ ઉભા કરવાના પ્લાન હોવાની મુખ્યમંત્રીએ વાત કરી હતી તો મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં ઓક્સિજનની કમી ના કારણે એકપણ વ્યક્તિનું મોત થયું નથી તેવો દાવો કર્યો હતો. કોરોના મહામારી સામે લોકોને રક્ષણ મળે તે માટે સરકાર કામ કરી રહી છે.

Share This Article