પંચમહાલ : લુણાવાડા: ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ પર ઉભરાતાં લોકો પરેશાન…તંત્ર ઘોર નિંદ્રામાં

admin
1 Min Read

લુણાવાડા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું ગંદુ દૂષિત પાણી જાહેરમાં રોડ ઉપર વેડફાટ થતા સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે…મળતી માહિતી મુજબ લુણાવાડા નગરપાલિકા દ્વારા સમગ્ર આખા નગરનું દૂષિત પાણી ભૂગર્ભ ગટર દ્વારા ધોળી ગામ સુધી ફેલાય છે ત્યારે એ ગામમાં રહેલી ભૂગર્ભ ગટરમાં ગંદુ પાણી બહાર રોડ ઉપર ફેલાઈ વધુ ગંદકી કરતું હોવાને લઈને પ્રજામાં ભારે રોષ અને ઉકળાટ ફેલાયેલો જોવા મળે છે

ઘોળી ગામના સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર ધારાસભ્ય શ્રી તેમજ લાગતા-વળગતા અધિકારીઓને આ દુષિત પાણીના નિકાલ માટે લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી તેનો કોઈ યોગ્ય ઉકેલ આવેલ નથી જે કેટલે અંશે વ્યાજબી ગણાય ???ધોળી ગામ ની આજુબાજુમાં ધાર્મિક સ્થળો પણ આવેલા છે અને સરકારી ઓફિસો પણ આવેલી છે જેને લઇને ત્યાં આવતા તમામ લોકો દૂષિત પાણી અને તેની ગંદી વાસને કારણે પરેશાન થઇ ચૂકયા છે ત્યારે ટૂંક સમયમાં આ ગંદા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો દ્વારા આંદોલન નો માર્ગ અખત્યાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવે છે.

Share This Article