પંચમહાલ : તુલસીવીલા સોસાયટીમાં તસ્કર ટોળકી ત્રાટકી

admin
1 Min Read

પંચમહાલ જીલ્લાના હાલોલ શહેરના કંજરી રોડ વિસ્તારમાં આવેલી છેવાડાની બાયપાસ રોડ નજીક ની સોસાયટીમાં વહેલી સવારે ચોર ટોળકી ત્રાટકી હતી. જેમાં ચોર ઈસમોએ સોસાયટીમાંથી બે અલગ અલગ મકાનોની બહાર પાર્ક કરેલ બે મોટરસાયકલોની ઉઠાંતરી કરવામાં આવી હતી. જ્યારે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોર ઈસમો ચોરી કરતા આબાદ કેદ થઈ ગયા હતા. જેથી મોટરસાયકલોના માલિકોએ હાલોલ પોલીસ સ્ટેશને ચોરી અંગે અરજી આપવામાં આવતાં પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજને આધારે ચોર ઈસમોને જડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ શહેર ના કંજરી રોડ વિસ્તારમાં બાયપાસ રોડ નજીક છેવાડે આવેલ તુલસી વીલા સોસાયટીમાં વહેલી સવારે ચોર ટોળકી ત્રાટકી હતી.

જેમાં સોસાયટીના મકાન નં ૩૮ માં રહેતા વરીયા બાબુભાઈ કોયાભાઈની મોટરસાયકલ નં GJ 07 EA 8877 અને મકાન નં ૨૬ માં રહેતાં પરમાર કિરીટસિંહ રણજીતસિંહ ની મોટરસાયકલ નં GJ 1 LR 8978 ને ઉંચકીને લઈ જતાં બે ચોર ઈસમો સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતાં જ્યારે અન્ય એક ફુટેજમાં કુલ ચાર જેટલા ચોર ઈસમો સોસાયટીમાં દેખાઈ રહ્યા હતાં. જેથી બંન્ને મોટરસાયકલોના માલિકોએ હાલોલ પોલીસ સ્ટેશને આ અંગે અરજી આપવામાં આવેલ હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ ને ચકાસી ને ચોર ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં. સોસાયટીના રહિસોમાં ચોરી થવાથી ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

Share This Article