બનાસકાંઠા : ટેન્કર અને જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત

admin
1 Min Read

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના કુચાવાડા વિરોણા ગામ પાસે ટેન્કર અને પોલીસની ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા આગ લાગવાની ઘટના સામે આવી છે. જિલ્લાના કૂચવાડા વિરોણા ગામ પાસે ટેન્કરે જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડી ટક્કર મારતા અકસ્માત સર્જાતા હતો. આ અકસ્માતમાં અચાનક બંને ગાડીઓમાં આગ લાગી હતી. દાંતીવાડા તાલુકામાં વિરોણા ગામ પાસે કેમિકલ ભરેલા ટેન્કર અને જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડીનો અકસ્માત સર્જાયો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ તેની સરકારી ગાડી સાઈડમાં ઉભી રાખી વાહન ચેકિંગ કરી રહ્યા હતા

તે સમયે દાંતીવાડા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા આ કેમિકલ ભરેલા ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડીને ટકરાઇને પલટી ખાઇ ગયુ હતું. ટેન્કરમાં કેમિકલ ભરેલું હોવાથી ટેન્કરમાં તરત જ આગ ભભૂકી ઉઠી હતી અને આ આગની જ્વાળાઓમાં પોલીસની ગાડી પર લપેટાઇ ગઈ હતી. જોતજોતામાં બંને ગાડીઓ આગમાં સળગવા લાગી હતી બનાવને પગલે ટ્રાફિક પોલીસ અને આજુબાજુ દોડી આવી અકસ્માત ગ્રસ્ત ટેન્કરમાં ફસાયેલા ડ્રાઇવર સહિત ત્રણ લોકોને બચાવી લીધા હતા.. બનાવને પગલે દાંતીવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.

Share This Article