પંચમહાલ : કાલોલના દોલતપુરામાં સાફ સફાઇના અભાવે ગંદકીના ઢેર સ્થાનિક કોર્પોરેટરો સહિત પાલિકા નિષ્ક્રિય.

admin
1 Min Read

કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર ૭ મા આવેલ દોલતપુરા ગામ માં છેલ્લા પંદરેક દિવસથી સાફ સફાઈ ન થવાથી ગંદકીના ઢેર જામેલા જોવા મળ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા દસ પંદર દિવસથી નગરપાલિકા દ્વારા કચરો લેવા માટે કોઈ ટ્રેક્ટર કે કોઈ કર્મચારીઓ આવતા નથી અને તેને પરિણામે લોકો એ ફેકેલો કચરો એક જગ્યાએ એકત્ર થવા થી ગંદકી જામેલી છે. હાલમાં દોલતપુરા ગામમાં ભાથીજી મંદિર ની પાસે આવેલી પાણીની ટાંકી પાસે કચરાના ઢગલા જોવા મળે છે

લોકોના જણાવ્યા મુજબ સ્થાનિક ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર તથા તેમના પતિ આ રસ્તેથી દરરોજ પસાર થાય છે તેમ છતાં આ કચરો તેમને દેખાતો નથી કે આ કચરાના ઢગલા હટાવવાનું તેમને સૂઝતું નથી તેવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. વધુમાં ભાથીજી મંદિર ના દર્શનાર્થે આવતા એકલદોકલ ભાવિક ભક્તજનો ને પણ આ કચરાના ઢગલાને કારણે મોઢા પાસે હાથ મૂકીને ગંદકી સહન કરી ને આવવાની ફરજ પડે છે. હાલમાં કોરોના એકવાયરસ ની ગંભીર મહામારીની બીમારી ચાલી રહી છે ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા નિયમિત રૂપે આ વિસ્તારની સાફ-સફાઈ થાય અને પાણીની ટાંકી પાસે થયેલ ગંદકીના ઢગલા તાત્કાલિક દૂર થાય તેવી ગ્રામજનોની માંગ છે.

Share This Article