પંચમહાલ : ગોધરાના ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર

admin
2 Min Read

પંચમહાલ જીલ્લાના ગોધરા મતવિસ્તારના ધારાસભ્ય સી.કે.રાઉલજીના પુત્રને અજાણ્યા ઇસમે ફોન કરીને પોતાની ઓળખાણ વાવડીખુર્દ ગામના પ્રવિણ ચારણ તરીકે આપીને અમારા મતોથી ચૂટણી જીતો છો અમે જે કામો કહીએ તે થવા જોઈએ અમારા ગામમાથી નીકળવા દઇશુ નહી અને પતાવી દઈશુ તેવી ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. વધુમા આ ઇસમે ધારાસભ્ય સી.કે.રાઉલજીને ફોન કરી ધમકીભર્યુ વર્તન કર્યુ હતુ, પૂત્રએ ગોધરા તાલૂકા પોલીસ મથકે ધમકી આપનારા ઈસમ સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનૂસાર ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના પુત્ર માલવદીપસિંહ રાઉલજી ઉદલપુર પાસે પેટ્રોલપંપ ધરાવે છે.તેઓ પોતાના પેટ્રોલપંપ પર જઈ રહ્યા હતા.તે સમયે વાવડીખૂર્દ ટોલનાકા પાસે એક અજાણ્યા નંબર પરથી કોઈ ઈસમનો ફોન આવ્યો હતો.તે ઇસમે પોતાની ઓળખાણ વાવડી ખુર્દ ગામના પ્રવિણ ચારણ તરીકે આપી હતી.ફોન પર તેને જણાવ્યુ હતુ

અમારા મતોથી ચૂંટણી જીતો છો.અમે જે કામો કહીએ તે થવા જોઈએ.અમારા ગામમાથી નીકળવા દઇશુ નહી.અને કયારેક પતાવી દઇશુ.દરબારનો દીકરો હોય તો સામે આવીને બતાવ તેમ જણાવ્યૂ હતૂ.આથી માલવદીપ સિંહે કોઇપણ કામ હોય તો પપ્પાને રૂબરૂ મળવાની વાત ફોન કરનારા ઈસમ કરી હતી.પરંતુ તે ઇસમે ઉશ્કેરાઈ જઈને અપશબ્દોનો મારો ચલાવી આજ પછી વાવડીખુર્દમા જોવા મળ્યો તો પતાવી નાખીશુ તેવી ધમકી આપતા માલવદીપસિંહે ફોન કટ કરી નાખ્યો હતો.તેઓ પાછા ગોધરા પોતાને ઘરે આવીને પિતા સી.કે.રાઉલજીને સમગ્ર હકીકત જણાવી હતી. આ પ્રવિણ ચારણ નામના ઇસમે પણ ધારાસભ્ય સી.કે.રાઉલજીને પણ ૬૦ થી વધુૃ કોલ કરીને અસભ્ય વર્તન કરીને ધમકીભરી ભાષામાં વાત કરી હતી.આથી પુત્ર માલવદિપસિંહે પોતાને તેમજ પિતા સી.કે.રાઉલજી( ધારાસભ્ય ગોધરા વિધાનસભા મતવિસ્તાર)ને પ્રવિણ ચારણ નામના ઇસમ સામે ગોધરા તાલૂકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ધમકી આપનારા ઇસમની શોધખોળ આદરી છે.

Share This Article