ભરૂચ : વોર્ડ નંબર 3ની નારાયણ 5ની ભૂગર્ભ ગટર ઉભરાઈ

admin
1 Min Read

ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા પહેલાજ સોસાયટીઓ ના મુખ્ય માર્ગો પર ની અધૂરી કામગીરીને લઈ ભૂગર્ભ ગટરો ઉભરતા માર્ગો પર ગટર નું ગંદુ પાણી ફરી વળતા સ્થાનિક રહેવાસી ઓ નગરપાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરમાં ભાજપ નું ગઢ ગણાતું નારાયણ નગર સોસાયટીમાં જ મહિનાઓથી ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકો એ આક્રોશ વ્યક્ત કર્યો હતો..સ્થાનિકો ના જણાવ્યા અનુસાર ઉભરાતી ગટર ના મુદ્દે અવારનવાર રજુઆત અને અરજી કર્યા છતાં તત્ર દ્વારા કોઈ પણ જાત ની કાર્યવાહી કરવામાં ન આવતા સોસાયટીના લોકોને પોતાની સાથે બાળકો ની સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે.

ઉલખનિય છે કે એક બાજુ સરકાર અને નગરપાલિકા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો રૂપિયા ખર્ચાયાનો દાવો કરી રહી છે ત્યારે વોર્ડ નંબર 3 ના નારાયણ નગર 5 માં ભરૂચ નગરપાલિકા નો દાવો પોકળ સાબિત થતું હોય તેમ લાગી રહ્યું છે. મુખ્ય માર્ગોની ઉભરાતી ગટરો ની સાથે માર્ગ પર લાગેલી સ્ટ્રીટ લાઈટો પણ ન ચાલતી હોવાથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો તે સ્થાનિકો એ આક્રોશ વ્યક્ત કર્યો હતો..નારાયણ 5 ના સ્થાનિકો એ નગરપાલિકા સત્તાધિશોને મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે વહેલી તકે જો સમસ્યાનું નિરાકરણ નહિ આવે નગરપાલિકા માં હલ્લાબોલ કરીશુ…

Share This Article