ભરૂચ : વર્લ્ડ ભરૂચી વ્હોરા ફાઉન્ડેશન અને જિલ્લા આરોગ્ય વિભાગ ધ્વારા રસીકરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

admin
2 Min Read

દયાદરા ગામના હોલમાં વર્લ્ડ ભરૂચી વ્હોરા ફાઉન્ડેશન તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રસીકરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફ થી કરાયો હતો. ત્યારબાદ WBVF ના ફાઉન્ડર યુનુસ અમદાવાદીએ ઉપસ્થિત અતિથીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.ત્યારબાદ ડૉ. શાહિદ મિર્ઝા, ડૉ. સુએબ મુકરદમવાલાએ રસીકરણ વિશે હાજર જનોને રસપ્રદ માહિતી આપી હતી. ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડો ધુલેરા એ વક્તવ્યમાં જણાવ્યું હતું કે અફવાઓને કારણે રસીકરણ અભિયાન મંદ પડ્યો છે. વોટ્સ એપ યુનિવર્સિટી નો પણ બહુ મોટો રોલ છે.બાબા આદમ ના જમાના થી નકારાત્મક બાબતો વધારે ફેલાય છે.રસી લેવાથી ત્રણ વર્ષ માં માણસો મરી જાય છે.જો સરકારે મારી નાખવા હોય ત્રણ વર્ષ રાહ શા માટે જુએ.બિજુ આ રસી થી નપુંસક તા આવે છે.

કોની તાકાત છે તમને મારી નાખે અને શા માટે મારી નાખે ? રસીની ગંભીર આડ અસર છે જેવી પણ અફવા ચાલી રહી છે.અફવાઓ માં ન દોરશો. જો તાવ આવે તો એમ સમજો કે રસીએ તમારા શરીરમાં કામ શરૂ કરી દીધું છે.એક દિવસ ની તકલીફ થી જિંદગી ભર ની પીડા થી મુક્ત થવાતું હોય તો રસી ચોક્કસ લેવી જોઈએ.વોટ્સ યુનિવર્સિટી ની વાતો ને અવગણી અચૂક રસી મેળવી સુરક્ષિત બની છે. 5 લાખ લોકો ને અત્યાર સુધી રસી આપી દેવામાં આવ્યો છે.સાડા ચાર લાખ લોકો માંથી માત્ર 60 જેટલા લોકો ને આડ અસર થઈ હતી. આ રસીકરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા…

Share This Article