પંચમહાલ : નઘરોળ તંત્ર: ૨૦ ફૂટ ઊંડા ખાડામાં એક્ટિવા ચાલક ફસડાઈ પડતા ઈજાગ્રસ્ત થયો

admin
2 Min Read

કાલોલ નગરપાલિકા દ્વારા તળાવનું પાણી પોલીસ સ્ટેશન સામે આવેલી તલાવડીમાં ખાલી કરવા બાબતનું કામકાજ ચાલી રહ્યું છે આ કામ કરતાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કિસ્સા આ અગાઉ પણ અખબારી અહેવાલોના કેન્દ્ર બન્યા છે વધુમાં આ કોન્ટ્રાકટર તથા તેના સુપરવાઇઝરને યોગ્ય રીતે કામ નહિ કરતા હોવાની તાકીદ કરી માજી પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ કાઉન્સિલર સંજયભાઈ ચૌહાણ દ્વારા જાહેરમાં ખખડાવ્યા પણ છે તેમ છતાં પણ પરિસ્થિતિમાં કોઇ સુધારો જોવા મળતો નથી અહીંયા કામ કરતા સમયે કરેલા ખાડાની ચોફેર કોઈ દિશાસૂચક બોર્ડ કે પતરા મારીને આ જગ્યાને કોર્ડન કરવામાં આવતી નથી કે રસ્તો બંધ કરતા પરિણામે કાલોલ કુમાર શાળા નજીક 20 ફૂટ ઊંડો કરેલો ખાડામાં એક્ટિવા લઈને પસાર થતો યુવાન શિવમ ગોસાઈ એકટીવા સહિત ખાડામાં ઉતરી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

બનાવના સ્થળે સ્થાનિકોના ટોળેટોળા ઉમટયા હતા અને નગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો જેસીબી ની મદદથી નીચે ઉતરી ગયેલા યુવકને તથા એકટીવા અને બહાર કાઢવામાં આવ્યું હતું તથા તેને તાત્કાલિક દવા સારવાર કરવા માટે હાલોલ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેને ખભા અને પગના ભાગે ઈજાઓ હોવાનુ જાણવા મળ્યુ છે બનાવના સ્થળે પાલિકાનો કોઈ અધિકારી ફરકયો ના હોવાથી સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જોકે મોડે મોડે બુદ્ધિ આવી હોય તેમ પાલિકાએ આ અકસ્માત બાદ ખાડાની ચારેતરફ કોર્ડંન કર્યું અને રસ્તો બંધ કર્યો છે.

Share This Article