ભરૂચ : નેત્રંગમાં આવેલી રઘુવીર કેળવણી મંડળના છુટા કરાયેલા શિક્ષકોનો શાળાએ હલ્લાબોલ

admin
1 Min Read

ભરૂચ જિલ્લાના નેત્રંગ માં આવેલી રઘુવીર કેળવણી મંડળના છુટા કરાયેલા શિક્ષકોનો શાળાએ હલ્લાબોલ કર્યો છે અને શિક્ષકોએ જણાવ્યું હતું કે અમે છુટા નથી થયા પણ છુટા કરવામાં આવ્યાં છે, મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનમાં આવેલી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલયમાં 16 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને કરાર પૂર્ણ થયો એમ કહી છુટા કરી દેવામાં આવ્યાં હતાં. ખ્યાતનામ સંસ્થા પાસે ભંડોળ ન હોવાથી એક સાથે તમામ શિક્ષકોને છુટા કરી દીધા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી.

ત્યાર બાદ રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલય વતી પ્રેસ નોટ બહાર પાડવામાં આવી હતી કે, કરાર પુરો થતા શિક્ષકો આપોઆપ છુટા થયા છે. આ લેખિત પ્રેસનોટ અને પ્રમુખે આપેલા નિવેદનના વિરોધમાં છુટા કરવામા આવેલા તમામ શિક્ષકોએ શાળામાં જઈ વિરોધ નોંધાવ્યો હતો. પ્રમુખની વાતને રદીયો આપતાં સ્ટાફે જણાવ્યું તમામ કે, 2019-20ના શાળાકિય વર્ષે દરમ્યાન અમારા પાસે કોઈ કરાર કરવામાં આવ્યો નોહતો. અને ચાલુ વર્ષ દરમિયાન પણ મોખિક કહી એમને છુટા કરી દેવામાં આવ્યાં હતા…

Share This Article