ગુજરાત : ભૂમાફિયા જયેશ પટેલને 2022 પહેલા ભારત નહીં લાવી શકાય, લંડનની જેલમાં છે બંધ

admin
2 Min Read

ભારતમાં હત્યા અને બીજા લગભગ ૫૦ ગુનાના ગુજરાતી મૂળના આરોપી જયસુખ રાણપરિયાની પ્રત્યાર્પણ ટ્રાયલ આગામી વર્ષે મેમાં લંડન ખાતે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતે શરુ થશે. ૪૧ વર્ષીય આરોપી જયેશ પટેલના નામે પણ જાણીતો છે. તેણે જામીન માટે અરજી કરી નથી. તે હાલમાં સાઉથ-ઇસ્ટ લંડનમાં બેલમાર્શ જેલમાં કેદ છે. કુખ્યાત ભૂમાફિયા અને એડવોકેટ કિરિટ જોષીના મર્ડર કેસમાં વોન્ટેડ એવા જયેશ પટેલના પ્રત્યાર્પણ અંગે યુકેની કોર્ટ છેક 2022માં સુનાવણી કરશે. લંડનની વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, આ મામલે 26 મેથી 17 જુનના ગાળામાં ડિસ્ટ્રિક્ટ જજ એલિસન ગ્રિફિથ્સ દ્વારા સુનાવણી હાથ ધરાશે. 41 વર્ષના જયેશ પટેલને ભારત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. તેની પ્રથમ સુનાવણી જાન્યુઆરી 2022 માં નિર્ધારવામાં આવી છે. જામનગર જીલ્લાનો વતની જયેશ પટેલ ગુનાખોરી આચરીને વિદેશ નાસી ગયો હતો. વિડીયોલીંક મારફત પ્રત્યાર્પણ કેસની કાર્યવાહીમાં પેશ કરવામાં આવ્યો છે.

અદાલતી કાર્યવાહીમાં સામેલ થવા ગુજરાતી દુભાષીયો પણ આપવામાં આવ્યો છે. 14 જુલાઈ સુધી તે કસ્ટડીમાં છે અને ત્યારે સુનાવણીમાં હાજર કરાશે તેના દ્વારા જામીન અરજી કરવામાં આવી નથી. જામનગરનાં વકીલ કીરીટ જોષી જયેશ પટેલ સામેનો ખંડણી કેસ લડતા હતા.28 એપ્રિલ 2018 ના રોજ તેની જ ઓફીસ નજીક હત્યા કરવામાં આવી હતી જયેશ પટેલ વિદેશ ફરાર થઈ ગયો હતો. કિરીટ જોષીની હત્યા માટે સોપારી આપ્યા બાદ બોગસ પાસપોર્ટથી દુબઈ નાસી ગયો હતો અને ત્યાંથી બ્રિટન પહોંચ્યાનું મનાય છે. બ્રિટનમાંથી તેના દ્વારા ખંડણીનાં ફોન થતા તે બ્રિટનમાં હોવાનો પતો મળ્યો હતો ગત 16 માર્ચે તેની મેટ્રોપોલીટન પોલીસે ધરપકડ કરી હતી. ભારત સરકારે ઈસ્યુ કરેલા ઈન્ટરનેશનલ વોરંટનાં આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાં જયેશ પટેલ સામે ખુન, હત્યાની કોશીશ, છેતરપીંડી, બિલ્ડરો પાસેથી ખંડણી સહીત 40 થી વધુ કેસો છે તે નાસી જવાની શંકાને પગલે બ્રિટીશ સતાવાળાઓએ જામીન આપ્યા હતા.

Share This Article