બનાસકાંઠા : અંબાજીમાં પ્રસાદના નામે ઉઘાડી લૂંટ, મંદિરની પ્રતિષ્ઠા ખરડાય છે

admin
1 Min Read

બનાસકાંઠા જીલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં સોશિયલ મીડિયામાં એક નામ સરનામાં વિનાનું પ્રસાદનું બિલ વાયરલ થતાં સ્થાનિક પ્રજામાં આવા તત્વો વિરૂદ્ધ ફિટકારની લાગણી પ્રવર્તી છે પ્રસાદના કેટલાક વેપારીઓના લીધે માતાજીનું મંદિર અને શક્તિપીઠ અંબાજી ધામની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે. બિલના નામ સરનામાં વિનાની પાવતી અંબાજીના સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે. આ અંગે દાંતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ વિપુલભાઈ પ્રજાપતિ નો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે, કોઈ જાતનું નામ સરનામાં વાળું બિલ જ નથી અપાતું ત્યારે જી.એસ.ટી. વિભાગ પણ કઈ રીતે નક્કી કરી શકે, ખરેખર ગ્રાહકોને પાકું બિલ આપવું જોઈએ. આ કારોબારમાં અત્યાર સુધી કરોડોની જી.એસ.ટી.ની પણ ચોરી થઈ હશે તે બાબત પણ ગંભીર છે.

અંબાજીમાં વર્ષોથી ઘર કરી ગયેલ પ્રસાદીની સમસ્યામાં યાત્રિકો આર્થિક અને મિલાવટ વાળી પ્રસાદી પૂજાપા થી પરેશાન થઈ રહ્યા હોવા છતાં તોલમાપ, ક્વોલિટી કંટ્રોલ, ફ્રુગ એન્ડ ડ્રગ થી માંડી સંબંધિત વિભાગની નિષ્કાળજીને લઈ યાત્રિકોમાં ભારે અસંતોષની લાગણી જોવા મળી રહી છે. યાત્રિકોના મત મુજબ અંબાજીમાં જાહેર ઠેકાણે ટ્રસ્ટ દ્વારા પ્રસાદી પુજાપાના સ્ટોર ખોલવામાં આવે તો શુદ્ધ પ્રસાદ અને અસલી ચાંદીની માતાજીની વિવિધ બધા આખડી પૂર્ણ કરવાની વસ્તુઓ પણ મળી રહે

Share This Article