દેશભરમાં અચ્છે દિનના વાયદા કરી સત્તા પર આવેલ મોદી સરકારની નીતિઓ સામે હવે કોંગ્રેસ આક્રમક અંદાજમાં જોવા મળી રહી છે. પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ સહિત ગેસ સિલિન્ડર, તેલ સહિતની વિવિધ ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. વધતા જતા ભાવ વધારાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ પણ ખોરવાયું છે,
ત્યારે સરકારની નીતિઓ સામે ભરૂચમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પાંચબત્તી સર્કલ વિસ્તારમાં મહિલા કોંગ્રેસની કાર્યકરોએ હાથમાં પોસ્ટરો લઇ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલા કોંગ્રેસની કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી વિરોધ કરતા એક સમયે પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, મહિલા કોંગ્રેસની કાર્યકરોએ સરકાર વહેલી તકે તમામ વસ્તુઓ પરથી ભાવ વધારો પાછો ખેંચે તેવી માંગ ઉચ્ચારી હતી…
