ગુજરાત : ગુજરાતમાં સ્કૂલો શરૂ થાય તેવી શક્યતાઓ, ઓનલાઈન શિક્ષણથી મળશે આઝાદી!

admin
2 Min Read

ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં સતત બીજા દિવસે 150થી ઓછા કેસ નોંધા. તેમજ ધંધા-રોજગાર પણ પાટે ચડી ગયા છે. રાજ્ય હવે સંપૂર્ણ અનલોક થવા તરફ જઈ રહ્યું છે. તો હવે રાજ્ય સરકાર શિક્ષણને પણ તબક્કાવાર અનલોક કરવા વિચારણા કરી રહી છે. ત્યારે હવે જુલાઈ મહિનામાં શાળા-કોલેજો ખૂલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, સંચાલકો ૧૦૦ ટકા ફી વસૂલવા માટે શાળાઓ ખોલવા રાજ્ય સરકાર કરતાં વધુ અધીરા બન્યા છે.

આવા બધા નિર્ણયો સર્વોચ્ચ સ્તરેથી લેવાતા હોઈ મુખ્યમંત્રીના વડપણવાળી કોર કમિટી મંથન કરી શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની તારીખ નક્કી કરશે, તેમ જણાવાઈ રહ્યું છે. તો બીજી તરફ શિક્ષણ વિભાગ પણ હવે ઝડપથી નિયમિત શાળા વર્ગો ખૂલે તેમ ઇચ્છે છે, જેનું કારણ છે કે ગુજરાતમાં ૧૩ જિલ્લામાં તો કોરોનાના એકપણ નવા કેસ નોંધાતા નથી, જ્યારે અમદાવાદ જિલ્લો સહિત ૧૮ જિલ્લામાં પણ એક-બે-ત્રણ કેસો જ નોંધાઈ રહ્યા છે. તેથી શિક્ષણ વિભાગ પણ ઓનલાઇન શિક્ષણ વર્ગો ચાલુ રાખી મરજિયાત રીતે ઓફલાઇન વર્ગો શરૂ થાય તેવો અભિપ્રાય ધરાવે છે. તો બીજી બાજુ ગુજરાત સરકારને આશા છે કે જુલાઈ સુધીમાં 12થી 18 વર્ષ સુધીના બાળકોની વેક્સિન બજારમાં આવી જશે. જો જુલાઈમાં આ વેક્સિન આવી જાય તો સ્કૂલોમાં વેક્સિનેશન ડ્રાઈવ કરવામાં આવશે અને ત્યાર પછી સ્કૂલો પણ શરૂ કરી દેશે..

Share This Article