નેશનલ : અજિત ડોભાલે શંઘાઈની બેઠકમાં ભાગ લીધો, સિક્યોરિટીના મુદ્દાઓ પર ચર્ચા થઈ

admin
1 Min Read

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે બુધવારે તઝાકિસ્તાનની રાજધાની દુશાન્બેમાં ચાલી રહેલી શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લીધો. આ બેઠકમાં પાકિસ્તાન સહિતના સભ્ય દેશોના NSA પણ સામેલ થયા છે. રશિયા સાથે મળેલી બે કલાકની બેઠકમાં ડોભાલ અને પેત્રુશેવની વચ્ચે બંને દેશોની મુદ્દા, ક્ષેત્રિય અને વૈશ્વિક સુરક્ષા બાબતે ચર્ચા થઈ. આ અંતર્ગત તેમણે એક જોઇન્ટ પ્રોટોકોલ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રહેમાને આ સંગઠનમાં સામેલ સભ્ય દેશોના પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું.

આ બેઠકમાં પાકિસ્તાનના એનએસએ મોઈદ યુસુફે પણ હાજરી આપી હતી. તાજિકિસ્તાનમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું છે કે, એનએસએ અજિત ડોભાલ એસસીઓના સભ્ય દેશોની સુરક્ષા પરિષદના સચિવોની 16 મી બેઠકમાં ભાગ લીધો હતો. મળતી માહિતી મુજબ, ડોભાલ અને યુસુફ વચ્ચે મુલાકાતનો કોઈ અવકાશ નથી. તો બીજી બાજુ શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનમાં સામેલ તમામ દેશોના NSAએ આંતરરાષ્ટ્રીય આતંકવાદ, ઉગ્રવાદ, ભાગલવાદ, કટ્ટરપંથી, ઇન્ટરનેશનલ સ્તરે વધતા ગુનાઓ, હથિયાર અને ડ્રગ્સની ફેરાફેરી પર ચર્ચા કરવામાં આવી હતી, સાથે જ પ્રાદેશિક સ્તરે સુરક્ષાની ખાતરી કરવા, આધુનિક દુનિયાનાં જોખમ અને પડકારો સામે લડવા એન્ટી-ટેરર સ્ટ્રક્ચર બનાવવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં સભ્ય દેશો વચ્ચે વિશ્વસનીય સૂચનાની ખાતરી કરવા, સાયબર ગુનાઓ સામે મળીને લડવા અને કોરોના મહામારીમાં બાયોલોજિકલ અને ફૂડ સિક્યોરિટીના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

Share This Article