બનાસકાંઠા : ધાનેરા ન.પા.માં ભાજપના ૬ બળવાખોર સભ્યો સામે કાર્યવાહી, સસ્પેન્ડ લેટર થયોવાયરલ

admin
1 Min Read

ભાજપના 6 સભ્યો સસ્પેન્ડ થતાં ધાનેરામાં રાજકારણ ગરમાયું છે ધાનેરા નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ સહિત છ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. 28 સભ્યો ધરાવતી ધાનેરા નગરપાલિકામાં 16 સભ્યો સાથે કોંગ્રેસ સત્તા સ્થાને હતી, પરંતુ નગરપાલિકાના પ્રમુખ જગલબેન ઠાકોરનું અવસાન થતાં પ્રમુખ પદ માટેની ચૂંટણી 19 જૂનના રોજ નક્કી કરાઈ હતી. ચૂંટણી યોજાય તે પૂર્વે જ વિકાસ કમિશ્નરે કોંગ્રેસનાના 15 સદસ્યોને વિકાસના કામોમાં ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરાતા હતા. જ્યારે હવે ભાજપના જ છ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

કોંગસના તમામ 15 સભ્યો સસ્પેન્ડ થતા નગરપાલિકામાં માત્ર ભાજપના જ 12 સભ્યો વધ્યા હતા. જેથી પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા જ્યોત્સનાબેન ત્રિવેદીને પ્રમુખ પદ માટેનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ ભાજપના સિમ્બોલ પરથી ચૂંટાયેલા છ સભ્યોએ પક્ષ સામે બળવો કરી સત્તા હાંસલ કરી હતી. જેથી ભાજપ પક્ષના મેન્ડેડનો અનાદર કરી બળવો કરનાર નવનિયુક્ત પ્રમુખ કિરણબેન સોની સહિત છ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Share This Article