પંચમહાલ : રેતીચોરીની આશંકાએ ખાણ ખનીજ વિભાગની સરપ્રાઇઝ ચેકીંગ

admin
2 Min Read

સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામે મહીસાગર નદીમાં વિવિધ ખનીજ માફિયાઓ દ્વારા ખનીજની બેફામ ચોરી થઈ રહી છે સંબંધિત વિભાગને વારંવાર ટેલિફોનિક તથા વિડિયો મોકલીને આજુબાજુના જાગૃત નાગરિકો જાણ કરે છે તેમ છતાંય જાડી ચામડી ના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ની મીલીભગત ના કારણે કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી તેવામાં બે દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડીને પાંચ જેટલા જેસીબી મશીન અને હિટાચી મશીન સીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આજરોજ ખાણ ખનીજ અધિકારી સાવલી પ્રાંત ઓફિસર સાવલી મામલતદાર તેમજ પોલીસ ટીમ સાથે નદીના પટમાં ગેરકાયદેસર ખનન નું નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યું હતું આ વેળાએ પોઈચા કનોડા ગામ ના મહિલા સરપંચના પતિ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને 2018માં મહીસાગર નદીના પટમાં આવેલ ખરાબામાં રેતીનો સંગ્રહ કરવાનું અને નદીના પટમાંથી રેતીનું વધારાનું કામ કરવાના પ્રકરણમાં 11 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો

જેની શું કાર્યવાહી થઈ છે અને શું શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે તે બાબતે પૂછપરછ કરતા અધિકારીઓ અને સરપંચ પતિ વચ્ચે ભારે ચકમક ઝરી હતી અને અધિકારીઓ એક તરફી વલણ અને રાજકીય દબાણને વશ થઈને કાર્યવાહી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો ત્રણ દિવસ અગાઉ પાંચ હિટાચી મશીન ગેરકાયદેસર ખનન કરતા કબજે કરીને સીઝ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે સદર બાબત પોઇચા ગામ ના સરપંચ દ્વારા અધિકારીઓ સાથે ઉગ્ર રજૂઆત કરી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા પક્ષપાતી વલણ અપનાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે 2018માં થયેલ કામગીરીની વિગતો નહીં આપે તો અને તટસ્થ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી 30મીએ ગ્રામ પંચાયત ભવન ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી

Share This Article