બનાસકાંઠા : ડીસા શહેરના વોર્ડ નંબર 5ની સમસ્યા યથાવત..!

admin
1 Min Read

ડીસા શહેરના વોર્ડ નંબર 5માં સિંધી કોલોનીમાં ગટર નાળું ઉભરાઈ જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ તંત્ર ઝડપથી લાવે તેવી માંગ ઉઠવા પામી છે.બનાસકાંઠા જીલ્લાનો વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના સત્તાધીશો માત્ર આળસમાં હોય એવું ચર્ચાસ્પદ લાગી રહ્યું છે

ત્યારે ડીસા શહેર વોર્ડ નંબર 5 સિંધી કોલોનીમાં છેલ્લા કેટલાક સમયથી ગટર નાળું ઉભરાઈ જાય તેવી સ્થિતિમાં છે જોકે આ બાબતે ત્યાંના સ્થાનિક લોકોએ કોર્પોરેટર તથા સત્તાધીશોનો જાણ કરવા છતાં પણ ચૂપકીદી સેવી રહ્યા છે જો કે આવનારા સમયમાં વરસાદી માહોલમાં નાળું ઉભરાઈને ગટરનું ગંદુ પાણી લોકોના ઘરમાં જાય તેવી સ્થિતિ હાલના સમયમાં દેખાઈ રહી છે ત્યારે સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે

Share This Article