લગભગ એક વર્ષ પહેલા યશસ્વી રસાયણ કંપની ખાતે ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેની અસર લખીગામ અને લુવારા બંને ગામો પર થઇ હતી. જેમાં ગામના અનેક મકાનોને નુકશાન પહોંચ્યું હતું. એક વર્ષ અગાઉ પરિસ્થિતિ એટલી દયનીય બની હતી કે જેને કારણે લખી ગામને સંપૂર્ણ રીતે ખાલી કરવું પડ્યું હતું અને તેમનું સલામત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પરંતુ નુકશાન સામે યશસ્વી કંપની દ્વારા ગામના અમુક જ માણસોને વળતર ચૂકવામાં આવ્યું હતું અને મોટાભાગના લોકોને વળતર આપવામાં આવ્યું ન હતું આને કારણે ગામમાં તંગદીલીનું વાતાવરણ ઉભું થયું હતું. જયારે બ્લાસ્ટ થયો હતો
ત્યારે આખા ગામનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તો વળતરની ચુકવણી પણ આખા ગામને જ થવી જોઈએ તેવા ઉદ્દેશથી બંને ગામના ગામવાસીઓ લેખિત રજુઆત સાથે યશસ્વી રાસાયણ કંપની વિરૂધ્ધ ભરૂચ કલેકટર ઓફિસે કલેકટરને આવેદન આપ્યું હતું કે જેથી ગામવાસીઓને પોતાનો હક મળી રહે, વળતર પેટે યશસ્વી કંપની તેમની માંગ પુરી કરે તેવી રજુઆત કરવામાં આવી હતી. વળતર માટેનું જે લિસ્ટ કોર્ટમાં રજૂ કરવાનું હોય છે તે લિસ્ટ ગ્રામ પંચાયત સરપંચ, ડે. સરપંચ અમે પંચાયતના સભ્યોને જાણ કર્યા વગર જમા કરવામાં આવ્યું છે જેથી આખરે રોષે ભરાયેલા ગામવાસીઓને કલેકટર કચેરીએ આવેદન આપવા આવવાની ફરજ પડી હતી…
