ભરૂચ : જંબુસરના સારોદ તડપદ તળાવ પાસે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું

admin
2 Min Read

જંબુસર તાલુકાના સારોદ તળપદ તળાવની પાળ પાસે નલ સે જલ યોજના હેઠળ આશરે ૫૦ લાખના ખર્ચે તૈયાર થનાર ઓવરહેડટાંકી ભૂગર્ભ ટાંકી પાઇપલાઇન સહિતના કામનું ખાતમુહૂર્ત ઉલમાએ કિરામ મૌલાના શૌકતઅલી ફલાહી ના મુબારક હસ્તે બુનિયાદ નાખવામાં આવી હતી. જંબુસર તાલુકાના સારોદ તળપદ ખાતે ૨૦૧૧ ની વસ્તીગણત્રી આધારે ૫૪૩૦ જનસંખ્યા છે જેઓની સુખાકારી માટે ઇનચાર્જ સરપંચ ફરજાનાબેન ઈમરાનભાઈ પટેલ દ્વારા સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ રોડ રસ્તા ગટરના કામો કરવામાં આવ્યા છે.સારોદ તળપદની જનતાની પાણીની સમસ્યા હલ કરવા જલ જીવન મિશન હેઠળ નલ સે જલ યોજના અંતર્ગત વાસ્મોના મદદથી અંદાજિત લાખના ખર્ચે તૈયાર થનાર ઓવરહેડ ટાંકી ભૂગર્ભ ટાંકી પાઇપલાઇન સહિતના કામો મંજૂર થયેલા હોય જે પાણીની ટાંકીની બુનિયાદ માટે નો કાર્યક્રમ તળાવની પાળ પાસે રાખવામાં આવ્યો હતો

જેમાં સરપંચ ફરજાનાબેન પટેલ પંચાયત સભ્યો પાણી સમિતિ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં સદર કાર્યક્રમમાં માજી સરપંચ અહમદભાઈ ખાંડવાલા દ્વારા યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. ગ્રામજનોનો સહકાર મળી રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું. મૌલાના શોકત અલી અલ ફલાહીના મુબારક અલ્ફાજ થી ટાંકીના કામની પૂરે પૂરી રીતે અલ્લાહ તાઆલા મદદ ફરમાવે એને ટાંકીના પાણીનો તમામ ગ્રામજનોને લાભ મળે સ્વાસ્થ્ય માટે ઉપયોગી મળે આ યોજના વહેલી તકે પૂરી થાય તેવી અલ્લાહ તઆલાની બારગાહમાં દુઆ ગુજારી તેમના મુબારક હસ્તે ટાંકીની બુનિયાદ નાખવામાં આવી હતી આ પ્રસંગે ગામ આગેવાનો અગ્રણીઓ રહીશો હાજર રહ્યાં હતાં…

Share This Article