ભરૂચ : વરસાદ ખેંચાવાને કારણે ખેતીને નુકશાન ન થાય તે માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત

admin
1 Min Read

આમઆદમી પાર્ટી કિશાન સંગઠનના કેયૂરભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠનના પ્રમુખ તેમજ ખેડૂતો દ્વારા ભરૂચ જિલ્લા ક્લેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ વર્ષે ચોમાસાની શરૂઆતનો વરસાદ વહેલો પડી ગયો હતો અને મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી કરી દીધી હતી હવે વરસાદ ખેંચાઈ જતાં બિયરણો બગાડવાની ભીતિ ઉભી થઈ હતી.

જેને પગલે રાજય સરકાર દ્વારા આ પ્રકારના સંજોગોમાં ખેડૂતલક્ષી નિર્ણયો લેવા જોઈએ તે માંગ સાથે વધારાના ચાર કલાક વીજળી આપવાની રજૂઆત ભરૂચ જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી. સાથે જે વિસ્તારોમાં જળાશયો દ્વારા પાણી પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળી રહે છે તેવા વિસ્તારોમાં નહેરો દ્વારા પાણી છોડવામાં આવે જેથી તેઓના પાક બચી શકે તે માટે આપ કિશાન સંગઠન ગુજરાત દ્વારા કલેક્ટરને આવેદન પાઠવીને સરકારને વિનંતી કરવામાં આવી હતી…

Share This Article