ભરૂચ : પાણીની પાઇપલાઇનનું કામ બંધ કરવા માંગ

admin
1 Min Read

જુના ભરૂચમાં લલ્લુભાઈ ચકલાથી જુનાબજાર વિસ્તાર સુધી નાંખવામાં આવતી પાણીની પાઇપલાઇનનો લલ્લુભાઈ ચકલા વિસ્તારના આજુબાજુના રહીશો દ્વારા લલ્લુભાઇ ચકલના મુખ્ય રોડ પર ઉભા રહી શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો હતો અને પાઇપલાઇનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. જુના ભરૂચમાં ચુનારવાડ વિસ્તારમાં કેટલાક સમયથી પાણીની સમસ્યા હતી,

જેના પગલે નગરપાલિકા દ્વારા લલ્લુભાઇ ચકલાની મુખ્ય લાઈનમાંથી પાણી પાઇપલાઇન ખેંચવામાં આવી રહી છે. ચકલા વિસ્તારના રહીશના જણાવ્યા અનુસાર લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં આમેય પાણી ધીમું આવે છે. જો જુના બજારના 25 ઘરોના પાણીની પાઇપલાઇન ખેંચવામાં આવે તો ચકલા વિસ્તારની 7000 જેટલા ઘરોને અને આજુબાજુના વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય શકે છે જેને કારણે લલ્લુભાઈ ચકલા વિસ્તારના લોકો એકઠા થઈને શાંતિપૂર્વકનો વિરોધ નોંધાવીને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગણી કરી હતી…

Share This Article