મહેસાણા : જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ૬૧મી સાધારણ સભા યોજાઇ

admin
1 Min Read

જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની ૬૧ મી સાધારણ સભા યોજાઇ હતી જેમાંચેરમેન શ્રી . અશોકભાઇ ચૌધરી એ દૂધના ભાવમાં કિલો ફેટે ૧૦ / – રૂ. વધારો જાહેર કરતાં ૧૦ વર્ષ બાદ બનાસડેરી અને દૂધસાગર ડેરી ના ભાવ સમાન થયા છે. પોતાના કાર્યકાળ ના ત્રણ મહિના ના ટૂંકા ‌ગાળા માં બીજી વાર દૂધના ભાવમાં વધારો થતાં ઉત્તર ગુજરાત ના પશુપાલકો એ ડેરી ના ચેરમેન શ્રી અને નવા સત્તાધીશો માટે આનંદ અને સંતોષ ની લાગણી વ્યક્ત કરી આજે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ( દૂધસાગર ડેરી ) ની સાધારણ સભા યોજાઇ હતી

. કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી આ સભાનું વર્ચ્યુઅલ ( ઇન્ટરનેટ દ્વારા ) આયોજન કરવામાં આવ્યું હતું . દૂધસાગર ડેરી ના વિવિધ મુખ્યાલય ઉપર સભાસદો હાજર રહ્યા હતા . મુખ્ય સ્થળ મહેસાણા દૂધસાગર ડેરી ના ઑડોટોરિયમ ખાતે ચેરમેન શ્રી . અશોકભાઇ ચૌધરી અને નિયામક મંડળ ના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Share This Article