પંચમહાલ : કાલોલમાં ચલાલી ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં મોટા પાયે કરવામાં આવેલ ભ્રષ્ટાચાર વિરુધ્ધ રજૂઆત કરવામાં આવી

admin
3 Min Read

કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં લાખો રૂપિયાના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રજુઆત ગ્રામજનોએ કાલોલ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરીને કરવામાં આવી છે આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ચલાલી ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યો માટે કેન્દ્ર તેમજ રાજય સરકારની યોજનાઓ થકી આવતી લાખો રૂપિયાની ગ્રાન્ટો માં સરકારના નીતિ નિયમો અનુસાર કામો કર્યા વગર ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી અને કોન્ટ્રાક્ટરો દ્વારા એકબીજાના મેળાપીપણાથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેમજ શૌચાલયોના લાભો લાભાર્થી સુધી પહોંચ્યા નથી અને અમુક જગ્યા પર તો માત્ર કાગળ ઉપર જ કામ કર્યુ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જયારે સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જે ચલાલી ગામને ૧૦૦% શૌચ મુક્ત ગામ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. હાલમાં પણ ગામમાં ૪૦% જેટલા પણ શૌચાલયો બનાવેલ નથી તેમજ જે શૌચાલયો મંજુર કરવામાં આવ્યા છે જેના નાણાં લાભાર્થીને આપવાને બદલે સીધે સીધા ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. જેના કારણે સરકારના નાણાં સીધેસીધા લાભાર્થી સુધી પહોંચતા નથી અને લાભાર્થીઓ શૌચાલયોના લાભથી વંચિત રહે છે .

જે નાણા પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી બારોબાર ઉપાડી લેવામાં આવે છે. તેવી જ રીતે ગરીબોને રોજગારી પુરી પાડતી મનરેગા યોજનામાં જે પણ કામો કરવામાં આવ્યા છે તેમાં પણ તદન ભ્રષ્ટાચાર જ જોવા મળે છે. તેમજ આ મનરેગા યોજનામાં જે પણ કઈ કામો કરવામાં આવ્યા છે તે તમામ કામો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવામાં આવ્યા હોવાની ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવી છે . તેમજ આ અંગે લગતા વળગતા અધિકારી, સરપંચ તેમજ તલાટી કમ મંત્રીને અનેકવાર ગામલોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ અંગે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી ઉડાઉ જવાબો આપવામાં આવે છે. આ ગ્રામ પંચાયતમાં હાલ સરપંચ તરીકે અલ્પાબેન સંજયકુમાર ચૌહાણ ફરજ બજાવે છે પરંતુ તેમનો વહીવટ ચૌહાણ મોહનસિંહ ગુલાબસિંહ સંભાળે છે. તેવી જ રીતે ડેપ્યુટી સરપંચ તરીકે ચૌહાણ આનંદીબેન મહિપતસિંહ છે અને તેઓનો વહીવટ તેમના પતિ મહિપતસિંહ સંભાળી રહ્યા છે.આ વહીવટ સામે સત્તાધારી ભા.જ.પ.ના દબદબા સામે લાચાર ભલે હોય પરંતુ પંચાયતી રાજના નિયમો અને કાયદો આ માટે સંમત તો નથી જ.!! ચલાલી ગ્રામ પંચાયતમાં જે પણ

Share This Article