ભરૂચ : આમોદના વાતરસા કોઠી ગામના કોવિડ કેર સેન્ટરમાં સેવા પ્રદાન કરનાર કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

admin
1 Min Read

આમોદ તાલુકાના વાતરસા કોઠી ગામમાં કોરોના કાળ દરમિયાન કાર્યરત થયેલા કોવિડ કેર સેન્ટરમાં નિસ્વાર્થ સેવા પ્રદાન કરનાર તમામ તબીબો તેમજ કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો હતો. ગામના સેવાભાવી યુવાનો દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફ થી થયો હતો.ત્યારબાદ મૌલાના હુસૈન અશરફીએ જણાવ્યું હતું કે કોવિડ કેર સેન્ટરમાં સેવા પ્રદાન કરનાર તેમજ કોરોનાના કપરા કાળમાં મદદરૂપ બનનાર તમામ નામી અનામી સેવાભાવી સંસ્થાઓ, સખીદાતાઓ તેમજ મદદરૂપ બનનાર તમામનો આભાર વ્યક્ત કરુ છું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોરોના હાલ ભલે નરમ પડ્યો છે. પરંતુ લોકોએ હજુ પણ બેદરકાર ન રહી કોરોના જેવી ભયંકર બીમારી સામે સજાગ રહેવા તેમજ સરકારની ગાઇડલાઈનનું પાલન કરવા ખાસ અપીલ કરી હતી. ત્યારબાદ કોવિડ કેર સેન્ટરમાં સતત રાત – દિવસ જીવના જોખમે સેવા પ્રદાન કરનાર તમામ તબીબો તેમજ કોરોના વોરિયર્સનું ટ્રોફી, પુષ્પગુચ્છ તેમજ સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ યાકુબભાઈ ઑટલાવાળા, હાજી ફારૂક પારખેતીયા, હાફેજી વલી વાડીવાલા, સલીમ મહેતાજી, હાજી સાબિર શેહરી, દિલાવર અકુજી, લુકમાન શેહરી, ઈમ્તિયાઝ ભાયજી, ઇકરામ ગરગર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને ગામના નવયુવાનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો…

Share This Article