બનાસકાંઠા : અઢારગામ નાઈ સમાજવાડીમાં જીગ્નેશ મેવાણી અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ

admin
1 Min Read

વડગામ તાલુકાના ટીમ્બાચુડી મગરવાડા રોડ પર આવેલી અઢાર ગામ નાઈ સમાજ વાડીમાં સમાજના આગેવાનો તેમજ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન થયું હતું જેમાં નાઈ સમાજના યુવાનો ને શૈક્ષણિક આર્થિક રીતે સદ્ધર કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમાજના પ્રમુખ તેમજ સમાજના વડીલો અને યુવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આવેલ મહેમાનો નું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું

ત્યારબાદ દિપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો સમાજ વાડી ની અંદર ચાલતા કામકાજમાં આર્થિક સહયોગ કરવા માટે સમાજના વડીલો દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને રજૂઆત કરાઇ હતી જે પૈકી ધારાસભ્યએ પણ યથાશક્તિ યોગદાન આપવા માટે વચન આપ્યું હતું જેથી સમાજના યુવાનો અને વડીલો માં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી ત્યારબાદ ભોજન લઇ બધા છુટા પડ્યા હતા…

Share This Article