ભરૂચ : વડોદરા મુંબઈ એક્સપ્રેસ – વેના નિર્માણમાં થતી જમીન સંપાદનમાં થતા અન્યાય, ધારાસભ્ય અરૂણસિંહ રણાએ રજૂઆત કરી

admin
1 Min Read

વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ના નિર્માણમાં થતી જમીન સંપાદન માટે વાગરા વિસ્તારના ગામ દેરોલ, દયાદરા, થામ મનુબર, પાદરીયા, કારેલા, પીપલીયા, કેલોદના ખેડૂતોની રજુઆત મુજબ ભરૂચ જિલ્લા સાંસદ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ખેડૂતોને ન્યાય મળી રહે તે માટે કલેકટર કચેરી ખાતે આવ્યા હતા. ખેડૂતોની રજુઆત મુજબ બીજા જિલ્લામાં જંત્રીનો ભાવ ઉંચી હોવાથી તેમની જમીન સંપાદનની વળતરની રકમ મોટા પાયે મળેલ છે. જેમાં વિસ્તારના ખેડૂતોને નીચલી જંત્રીએ વળતર મળ્યું છે તેથી અન્યાય થયો છે

જેની સામે ભરૂચ જિલ્લાની જંત્રીનો ભાવ મળે તો ખેડૂતોની જીવાદોરી સમાન જમીન જે ખેડૂતો ગુમાવી ચાર તેનું વળતર મળી રહે અને તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે તે રીતની અરજી આપી અને કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. સરકારના તા.06/02/2017 ના હુકમ પ્રમાણે ભરૂચ જિલ્લા માટે આરબીટ્રેટ નિમણુંક થયેલ છે જે કામગીરી સામે કોઈ પણ પ્રકારના લાંબા વાંધા કે વિરોધ નથી જેથી કામગીરી ઝડપી રીતે કરવામાં આવે અને અન્યાયનો નિકાલ વહેલી તકે લાવવામાં આવે તેવી અરજી આપીને કલેકટરને વિંનતી કરવામાં આવી હતી…

Share This Article