ભરૂચ : વાગરાના રહિયાદમાં લેન્ડલુઝર દ્વારા આંદોલન, રોજગારી ન મળતા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું…

admin
2 Min Read

આધુનિક તળાવની રોજગારી સંદર્ભે જીઆઇડીસી ના ત્રાસથી થાકેલા રહિયાદ ગામના જમીન વિહોણા ખેડૂતો કેટલાક પ્રશ્નો ઉકેલ ન આવે તો કુટુંબની સાથે જન આંદોલન ઉપર ઉતરે તેવી ચીમકી જીઆઇડીસીના મેનેજરને આપવામાં આવી છે. ઔદ્યોગિક વિકાસ હેતુ માટે વાગરા તાલુકાના રહિયાદ ગામ માં જમીન વિહોણા ખેડૂતો વર્ષ ૨૦૦૮માં તેઓને સંપૂર્ણ ખેતીલાયક જમીન જીઆઇડીસી ને સંમતિ એવોર્ડથી સંપાદન કરવામાં આવી હતી જેમાં તે સમયે જીઆઇડીસીના આધુનિક અધિકારી દ્વારા ટૂંક સમયમાં જમીનવિહોણા ખેડૂતો ને કાયમી ધોરણે રોજગારી આપવા અને ગામના વિકાસ કરવાનો એક લેખિત વચન પત્ર વર્ષ ૨૦૦૮માં આપવામાં આવ્યો હતો જેમાં હાલ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી આવેદનપત્રો છેલ્લા આઠથી નવ વર્ષથી લખાણ લઇને ખેડૂતો જીઆઇડીસી માં રોજગારી અને વિકાસના કામો માટે ભટકી રહ્યા છે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે ઘણી બધી મીટીંગો સાથે ઘણા બધા પત્ર વ્યવહાર પણ કરવામાં આવ્યા છે

પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી..રહિયાદ ગામે આવેલા રહિયાદ ગામ જય દેશીના તળાવમાં છેલ્લા પાંચ વર્ષથી રહ્યા ગામની સીમમાં રેખા કાર્યરત છે જે જમીનને પણ તળાવ બનાવે છે તેમાં 59 થી વધુ રહિયાદ ગામના લેન્ડ લુઝર જમીન ગુમાવ્યા છે વસંત પત્ર મુજબ તૈયાર બહારના લોકો આવીને કામ કરે છે પણ તેમાં એક પણ લેન્ડ યુઝરરો આજ દિન સુધી રોજગારી ન મળતા જીઆઇડીસીના ગેટની બહાર ધરણા પર બેસી ગયા છે જ્યાં સુધી તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે…

Share This Article