પંચમહાલ : હાલોલના તાજપુરા ખાતે ગુરુપૂર્ણિમાના દર્શનાર્થે તેમજ ગુરુ વંદના કરવા હજારોની સંખ્યામાં નારાયણભક્તો ઉમટયા.

admin
2 Min Read

હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ નારાયણ ધામમાં ગુરુપૂર્ણિમાના દર્શનાર્થે તેમજ ગુરુ વંદના કરવાનું હજારોની સંખ્યામાં નારાયણ ભક્તો ઉમટી પડ્યા હતાનારાયણ ધામ તાજપુરા ખાતે બ્રહ્મલીન પ પૂ નારાયણ બાપુના અનુયાયીઓ બહોળો વર્ગ છે જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ ના અનુયાયીઓ સંખ્યામાં મોટા પ્રમાણમાં છે ત્યારે ભક્તોમાં ગુરુ પૂર્ણિમાના રોજ ગુરુ વંદના કરવા માટે અનેરો ઉત્સાહ હોય છે જેને લઇને ભક્તો ગુરુ પૂર્ણિમાના રોજ નારાયણ ધામ તાજપુરા તરફ જતા જોવા મળી રહેતા હોય છે.જ્યારે ગુરુ પૂર્ણિમા ને લઈને શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તેમજ ગૌશાળા દ્વારા કોરોના મહામારી ના પગલે સરકારી ગાઇડ લાઇન મુજબ ગુરુપૂર્ણિમાનું સાદગીપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે

જેમાં વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટના માત્ર એક ટ્રસ્ટ દ્વારા પ પૂ બાપુની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું જોકે આયોજકો દ્વારા મહાપ્રસાદ નો ભંડારો મોકૂફ રાખવામાં આવ્યો છે જયારે સ્વયંભૂ ભક્તો ગુરુ વંદના કરવા હજારોની સંખ્યામાં તાજપુરા ખાતે આવી પહોંચ્યા હતા જોકે આયોજકો દ્વારા કોરોના ને લઈને તાજપુરા પ્રવેશદ્વારથી પ્રત્યેક ભક્તોનો સેનેટાઈઝર કરાવવામાં આવતું હતું જ્યારે જે ભક્તો માસ્ક વગરનો હોય એ ભક્તને ફરજિયાત માસ્ક આપવામાં આવતો હતો જ્યારે કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્ત પણે પાલન કરાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત નારાયણ ધામ તાજપુરા ખાતે ગોઠવી દેવામાં આવ્યો હતો જ્યારે તાજપુરા ખાતે આવેલ નારાયણ ભક્તો પૂ બાપુજીની સમાધિ ખાતે શીશ ઝુકાવી ગુરુ વંદના કરી ધન્યતા અનુભવતા હતા.

Share This Article